વિચાર- 9

આજે એક રમુજી વાર્તા માણીશું.

એક માણસે એક પ્રશિક્ષક પાસેથી એક તાલીમ પામેલો ગધેડો ખરીદ્યો. પ્રશિક્ષકે કહ્યું- ગધેડાને અગળ જવાનું કહેવું હોય તો એક જ શબ્દ બોલવાનો- ‘હલ્લેલુજાહ’ અને એને ઉભો રાખવો હોય તો બોલવાનું- ‘આમીન’.

ખરીદનાર માણસ તો પોતાની ખરીદી પર ખુશ થઈ ગયો. પ્રશિક્ષકની સુચનાને અજમાવી જોવાની એને ઈચ્છા થઈ. ‘હલ્લેલુજાહ’ એણે બૂમ પાડી અને ગધેડો તો ખદડુક ખદડુક કરતો ચાલવા માંડ્યો. ‘આમીન’ એ બરાડ્યો અને લ્યો ! ગધેડો તો તરત જ ઉભો રહી ગયો. માણસે વિચાર્યું- આ તો મઝાનુ ! એ તો પોતાની ખરીદી પર ગર્વ કરતો ગધેડા પર સવાર થઈને ‘હલ્લેલુજાહ’ બોલતોક ને ચાલતો થયો.

પર્વતોની હારમાળાઓ વચ્ચેની લાંબી મુસાફરી હતી. સવારી એક ખીણની નજીક જઈ રહી હતી. ગધેડાને રોકવાનો સમય આવી રહ્યો હતો, પણ ઓહ ! રોકવા માટેનો શબ્દ તો એ સદંતર ભુલી ગયો હતો. અરે ! ઉભો રહે, ઉભો રહે, થોભ જરા, રોકાઈ જા. એણે ગધેડાને વિવિધ સુચનાઓ આપી. ગધેડાએ રોકાવાની વાત તો ક્યાં ઉલટી ઝડપ વધારી દીધી. એ તો ખીણની ધારની વધારે ને વધારે નજીક જવા લાગ્યો. ઓહ ! ના, ના ઓ વહાલા પ્રભુ ! ઓ ભગવાન ! ઓ ઈસુ ! મહેરબાની કરીને પર્વતનો છેડો આવે તે પહેલા આને રોકો ! માણસે નિરાધાર થઈ પ્રાર્થના કરી અને બુમ પાડી- ઈસુના નામ પર ‘આમીન !’ અને ગધેડો એક્દમ અટકી ગયો. ખડકની ધાર પર પહોંચવામાં ફક્ત એક જ પગલું બાકી હતું. અને તેણે બૂમ પાડી- હલ્લેલુજાહ…….

આપ સૌને આ વાર્તા વાંચીને શું વિચાર આવ્યો જણાવશો તો ખુબ આનંદ થશે.

–વર્ષા શાહ

" rel="bookmark" title="Permanent link to વિચાર- 9" class="permalink">પરમાલિંક

8 ટિપ્પણીઓ »

  1. kishoremodi's avatar

    kishoremodi said

    કોઇ બિબાઢાળમાં જાતને ગોઠવી દેવી એટલે મુશ્કેલીને અામંત્રણ.

  2. dhrutimodi's avatar

    dhrutimodi said

    ઉતાવળાં શા બ્વાહરાં. લાબો વિચાર કર્યા વિના,પૂરો અનુભવ લીધા વિના હરખપદૂડા થઇ જવાની જરુર નથી. ભાઇશ્રી અામીન તો બોલ્યા પણ ઉતાવળાં સ્વભાવ પ્રમાણે હલ્લેલુજાહ બોલી મોત નોતર્યુ.

  3. waah..

    saras

  4. bakuleshdee's avatar

    bakuleshdee said

    good parable… it’s not alwaz good 2 take short cut…trying to have an off bit track…passwords are ok to some extent…but troublesome when forgotten. accelarator is more often favoured but brakes are neglected.

    you kno ? invention of an areoplane is ok…but parachutes are too desirable. BAKULESH

  5. Kirtikant Purohit's avatar

    Kirtikant Purohit said

    The story represents the kind of life most of us live at present. Nice one.

  6. nitin's avatar

    nitin said

    Bahavaru man tej gatie dodatu tahe ,tyare Aamin ni yaad tene thobhave chhe.
    ,pan,teni avagantakarta teni tej dot,vinash notare chhe.Aami n hamesha yaad rahe

  7. અશોક જાની ' આનંદ''s avatar

    અશોક જાની ' આનંદ' said

    Samjya vina ni matra uparchhalli kahevati honshiyari matra ane matra nuksan pahonchade chhe, kyarek chhichharu sukh mali jay pan tey chhichhra pani ma dubade chhe.

  8. Hallelujah..originally is Halleluyah …used by Arabic speaking Jews and Christians ,which means “Praise the Lord” … Thank God Kind if…… expression.

    Word Amin is Arabic origin used for God as Honest…Faithful…Trustworthy lord.

    નામ રૂપ જુજવા અંતે તો હેમ નું હેમ ….
    પણ જો હેમ પર પણ આવે વહેમ , જો ના હોય પોતાને પૂરું જ્ઞાન અને ઓછો હોય જો સોની પર વિશ્વાસ !
    રામ રામ રામ રામ …..નું મરા મરા મરા મરા મરા થાય એવી વાત છે !
    સાચેજ ગમ્યું ….. મળતા રહીશું…..મળતા રહેશો ……
    http://piyuninopamrat.wordpress.com/

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free