First impression is the last impression.એવું માનવામાં આવે છે પણ એવું મારા અનુભવમાં તો આવ્યું જ નથી. એનાથી ઉલ્ટું જ અનુભવમાં આવ્યું છે. પહેલી વારમાં વ્યક્તિ વિષે જે ધારણા બંધાઈ હોય તે થોડો વધારે પરિચય થયા પછી બદલાઈ જાય છે, અને એ પણ સ્વાભાવિક જ નથી ? માણસ દરેક સમયે પરિસ્થિતિ અનુસાર વર્તતો હોય છે તો આપણે જ્યારે તેને મળ્યા હોઈએ ત્યારે તેનું જે વર્તન હોય તે તેનો કાયમી સ્વભાવ છે એમ કેવી રીતે માની લેવાય ? અને મારો તો વારંવારનો એ અનુભવ રહ્યો છે, કે પહેલી વાર જે ચિત્ર ઉભું થયું હોય છે તે લાંબા પરિચય પછી બદલાઈ જાય છે.અને છતાં આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે પણ કોઈ નવી વ્યક્તિને હું પહેલી વાર મળવાની હોઉં ત્યારે મારા વિશે એના મનમાં સારી છાપ ઉભી થાય એવો મારો પણ પ્રયત્ન હોય જ છે એ વ્યક્તિનું તો એ જ જાણે!. ઘણા તો પહેલી નજરમાં જ માણસને ઓળખી લેવાનો દાવો કરતા હોય છે અને તેઓ ખોટા પણ નથી એ જોઈને મને ખરેખર આશ્ચર્ય સાથે અહોભાવ પણ થાય છે કે આ તો સારું કહેવાય ! એક રીતે વિચારતાં આ સારી ફર્સ્ટ ઈમ્પ્રેશનનો વિચાર તો સારો જ લાગે છે કારણ કે એથી બે વ્યક્તિનો પરસ્પર સદભાવ ઉભો થાય પછી ભલે તેઓ ફરી મળે કે ન મળે.
આ બધા વિચારો મગજમાં ચાલ્યા કરે ત્યારે એવું લાગે કે કોઈની સાથે એની ચર્ચા કરીએ. પણ પ્રત્યેક સમયે તો એને કોઈની સાથે ચર્ચવા શક્ય નથી. તો આ મૂંઝવણ ઠાલવવી ક્યાં? આ બ્લોગ એનો ઉકેલ બની ગયો.ઘણુ બધું વાંચતી રહું છું. ક્યારેક એવું મઝાનું વાંચવા મળે, ક્યારેક વિચારતા કરી મુકે એવી વાસ્તવિકતા નજર સામે આવે ત્યારે આ વિચારોની વણઝાર શરુ થઈ જાય, તે વખતે કોઈની સાથે એના વિષે વાત કરવાનું ગમે. એમાંથી થઈ આ ‘જગને ઝરુખે’ની શરુઆત !
–વર્ષા શાહ
Kirtikant Purohit said
માનવી આદત મુજબ સતત મગજથી વિચારવા ટેવાયેલો છે અને બધામાં તેને બુદ્ધિ વાપરવાની આદત પડેલી છે. તે જ્યારે હૃદય વાપરે છે ત્યારે પરિણામ કઈક જુદું હોય છે જે અનુભવવા જેવું છે.
અશોક જાની ' આનંદ' said
I agree with Kirtikantbhai….,
nitin said
PAHELA PARICHAY MA JO SAMENI VYAKTI MATE SARU VICHARIE ,NEAAGAL VADHAY TO SAMENI VYAKTI NO PADGHO TEVO J PADE.ANE AAM J PREM NU ZARNU VAHYA KARE
pragnaju said
સમયની સાથે પડછાયા પણ બદલતાં રહે છે.
તો પછી માણસ તો બદલે ને જ ને!
કોઇનો એક અનુભવ ખરાબ થયો એટલે બીજો અનુભવ પણ ખરાબ જ થાય એવું જરૂરી નથી.
કોઇ માણસ ઉપર કાયમ માટે કયારેય ચોકડી મારી ન દેવી. ઘણી વખત કોઇને નજીક આવવું હોય
છે. પણ આપણે જ દૂર ભાગતા હોઇએ છીએ.