વેરાવળ ના મિત્રો દ્વારા સમાચાર મળ્યા કે કાલે (10th May 2019) બાલુભાઈ ની વરસી હતી. હજી માનવામાં નથી આવતું કે બાલુભાઈ નથી. હજી એવું લાગે છે કે વેરાવળ જઈશું ત્યારે એ જ સફૂર્તી ભર્યો ચહેરો જોવા મળશે। પણ અલાસ…. એવું નથી. હવે એવું કોઈ ઘર રહ્યું નથી કે જ્યા કોઈ પણ આગોતરા સમાચાર આપ્યા વગર જઈ શકાય, જાણે દાદાગીરી કરતા હોય એમ; અને જયાંથી પાછા ફરો ત્યારે મુઠી ઉંચેરા હોવાની અનુભૂતિ થાય, મન આનંદથી તરબતર થઇ જાય.. અને કોઈ “વડીલ” ને મળ્યાનો ભાર ના અનુભવાય. આ બધીજ લાગણીઓ એક સાથે અનુભવાય એવું કોઈ ઘર ના રહ્યું હવે આ પૃથ્વી પર, at least મારા માટે.. 😦
ક્યારેય કોઈ અપેક્ષા ના રાખી બાલુભાઈ એ! હવે પાછો ક્યારે આવીશ, કે ક્યારે ફોન કરીશ, કે હવે શું કરવાનો છે જિંદગી માં… nothing! બાળક સહજ ઉમળકો, આનંદ અને ઉત્સાહ.. હંમેશા!
કઈ રીતે શક્ય છે આવું જીવન? એક વખત જાણે જિંદગીનો નિચોડ કહેતા હોય એમ બોલ્યા હતાં કે “જે કાંઈ અપૂર્ણતા જોવા મળે છે, એ પણ ઈશ્વર દત્ત છે, અને ‘એને’ જ્યારે એવું લાગશે કે આ અપૂર્ણતાને પૂર્ણતા આપવી છે, ત્યારે એ થઇ જશે.” કર્મ પ્રધાન તો હતાજ હંમેશા! એટલે થોડીક વાર માં પાછા બોલી ઉઠયા કે “આનાથી મોટી આપણી લાચારી કઈ હોઈ શકે?”
Back of the mind… જયારે બાલુભાઈ વિષે વિચારું ત્યારે વિચાર આવે કે, શું ક્યારેય મારા પ્રત્યે એમની કોઈ અપેક્ષા નહિ હોય? જયારે Astronomy club અને Hobby Festival વેરાવળ માં કરતા હતા ત્યારે તે સવિશેષ ખુશ અને આનંદવિભોર રહેતાં. ત્યારે એમને એ થતું હશે કે આ છોકરાઓ મોટા થઈ ને શું કરશે! ક્યારેય આવી વાતો વ્યક્ત નથી કરી એમને, પણ મને લાગે છે કે કશાક તો વિચારો હશે એમના. અને શું અમે એ અપેક્ષાઓ માં પાર ઉતાર્યા હોઈશું?
ગાંધીજીની જેમ “મારુ જીવન એ જ મારો ઉપદેશ” જેવું જીવન જીવી જનારા બાલુભાઈ, હજુ આપણી વચ્ચે જ છે! એમની નિકટ હોવાનો અનુભવ કરવો છે? જયારે પણ દંભ વગરની ક્ષણો જીવીએ ત્યારે એમની નિકટતા નો અનુભવ થઇ શકે છે. સહજ ના કિનારે જિંદગી કેમ જીવવી એનું હંમેશા માર્ગદર્શન બાલુભાઈ પાસે થી મળતું રહેશે, ભલે એ સ્થૂળ સ્વરૂપે આપણી વચ્ચે ના હોય.
મે 16, 2019 પર 10:14 પી એમ(pm)
Felt your “khalipo”.
Welcome back to Gujarati blogging!
મે 19, 2019 પર 7:04 એ એમ (am)
પ્રથમ તો, આપ દસ વર્ષના વિરામ પછી ફરી સક્રિય થાઓ છો, તે આનંદની વાત. સ્વાગત ફરીથી!
આપની લેખનપ્રવૃત્તિ નવા રંગો સાથે ખીલે તે માટે હાર્દિક શુભેચ્છાઓ!
મે 19, 2019 પર 7:08 એ એમ (am)
આપને એક સૂચન છે: આપના બ્લૉગનું થીમ દસ વર્ષ પહેલાની ટેકનોલોજી પર આધારિત હતું.
આપ આપના બ્લૉગને નવા થીમથી, નવા રૂપરંગ સાથે સજાવીને તૈયાર કરશો તો આપને તેમજ વાચકોને વિશેષ સુવિધા રહેશે. આ અંગે આપને માહિતી કે માર્ગદર્શન જોઈતું હોય તો નિ:સંકોચ જણાવશો. આપને મદદરૂપ થવામાં મને આનંદ થશે.
હરીશ દવે.
મે 27, 2019 પર 11:52 એ એમ (am)
આભાર, હરીશભાઈ.
માર્ચ 12, 2020 પર 2:22 પી એમ(pm)
ખરેખર કોઈ પણ જાણીતો વ્યક્તિ એકાએક આ દુનિયા ને છોડી ને જતો રહે તો તેના પર વિશ્વાસ જ આવે.