પગલાં

ત્રણ પગલાં માંડે હરિ,
પહેલું તે નભને આંબે,

બીજું પગલું ધરાને ખૂંદે,
ત્રીજું તે પાતાળે પાડે..

ત્રણ પગલામાં જીવન રમે,
પહેલું તે પારણિયે પોઢે,
બીજું તે યુવાનીના ખેલે,
ત્રીજું અસ્તાચળે જઈ ડૂબે.

ત્રણ પગલાં તે સૂરજદેવના,
પહેલું તે નિત્ય સવાર પાડે,
બીજું પડે ત્યાં ધોમધખે,
ત્રીજું રાતાકસુંબલ આકાશે.

ચાર પગલાં ઋતુરાજના,
પહેલુ પડે ત્યાં સૌને ધ્રુજાવે,
બીજું પડે ત્યાં વસંત નિહાળે,
ત્રીજું પડે ત્યાં મોરલા ગહેકે,
ચોથું પડે ત્યાં પાનખરે.

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free