મિત્ર તરીકે પીઠમાં ખંજર ભોંકવાની લાયકાત કેળવવાનું શુ લેશો ?

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સિઝરની પીઠનું ખંજર તપાસ કર.
-હેમેન શાહ

આ અર્થ જાણવાની ઉત્કંઠા દરેકને હોય છે..કદાચ મને પણ છે..!એમ થાય કે આ દુનિયામાં સહેજથી ચલાવી લેવાતું હોત તો કેટલું સારું ! મિત્ર તરીકે મે ઘણા અનમોલ રત્નો મેળવ્યા છે.ક્દાચ મારી જાગીર એ જ છે.સાચુ કહુ તો મારા મિત્રો ભવિષ્યમાં મારા પીઠે ખંજર ભોંકે તો એ પણ કબુલ..કારણકે મને મારી પસંદગી પર વિશ્વાસ કરતાં શ્રધ્ધા વધુ છે.એક વાત કહો કે જેને તમે મિત્ર માનો છો તેને તમે ખંજર ભોંકવાનો હક્ક ન આપી શકો ? મહત્વ ખંજર ભોંકવા કરતા એ ભોંક્યા પછી પણ એને માફ કરી એને અપનાવી લેવાનું છે.અરે તમારે તો ખુશ થવાનું હોય કે એણે દુનિયામા માત્ર તમને લાયક સમજ્યા કે,દોસ્ત આને ખંજર ભોંકીશને તો પણ એ મને માફ કરી દેશે..જો તમારા પીઠે ખંજર ભોંકવાથી તમારા મિત્રને કોઈ લાભ થાય તો તમે એને લાભ નહિ થવા દો? જો તમે તમારા મિત્રને એવું આશ્વાસન આપતા હોવ કે તારા માટે જાન પણ કુર્બાન તો આ ભુલ માફ કરવી કેમ બધા માટે અઘરી પડે છે ? બસ દોસ્તી તુટી એટલે મિત્રની બધી વાતો જાહેર કરી દો,એને બદનામ કરી દો.એને બસ હલાલ કરી દો..
મારી રીત નોખી છે અને એ જ રીત મારા જે તે મિત્રને આ કહેવા મજબુર કરે છે,

“એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઇએ.”
-મરીઝ

એક પ્રશ્ન થાય છે કે,

શુ આપણી પાસે ઍટલી પણ લાયકાત છે કે કોઈ આપણા પીઠ પર ખંજર ભોંકી શકે ?

શું આપણે કોઇ મિત્ર માટે એટલા સમર્પિત છીએ ખરા?

મિત્ર માટે,એની ખુશી માટે કુર્બાન થવાનું મળે તો ભયો ભયો..!

સાચુ કહું ? મનને મનાવતાં શીખવાની જરુર હોય છે..! પણ માત્ર અંગત માનતા હોઈએ તેના માટે જ..!

બાકી તો બીજા જનતા જનાર્દનમાં ખપે છે.
અને જે બસ જનતા જનાર્દનમાં ખપતો હોય  છે મીત એના નામનું ક્યારેય જપતો નથી..!

-મીત

2 Responses to “મિત્ર તરીકે પીઠમાં ખંજર ભોંકવાની લાયકાત કેળવવાનું શુ લેશો ?”

  1. રાજની ટાંક's avatar રાજની ટાંક Says:

    દુશ્મન તો છાતી પર વાર કરે ,

    પાછળથી વાર કર્યો છે,,

    તે નક્કી દોસ્ત હોવો જોઈએ..

    ખુબ જ સરસ ભાઈશ્રી

  2. swargurjari's avatar swargurjari Says:

    Aabhar Dost..!

પ્રતિસાદ આપો


Create your own website, free on WordPress.com.Create your own website.
Start free