રાત આખી!
રાત આખી,આગિયા ફરતા હતાં
સ્વપ્ન, જાણે આંખમાં તરતા હતાં !
ઘરપછીતે ધૂઘવે દરિયો, અને
આંગણે, કોરા પવન સરતા હતાં !
જ્યાંસુધી લીલી હતી ડાળી- હતી
આજ બસ, અવશેષ ફરફરતા હતાં !
એક બારી ઓળખીતી નીકળી
કેટલાં સંદર્ભ અવતરતા હતાં !
હેસિયત કોની હતી-રોકી શકે ?
બે’ક પીછાં, આભ ખોતરતા હતાં !
એ ખરૂં કે, મૂલ્ય સમજાયું હવે
તારલા તો ક્યારનાં ખરતા હતાં !
એ કહે છે જિંદગી, ‘ને હું ગઝલ
વાત, બન્ને વ્યાજબી કરતા હતાં !
ડૉ.મહેશ રાવલ
નવેસર/૨૬
Leave a comment