ઉંમર સાલી ચાલી ગઈ

કરવાં હતા હજી પણ
શેરીએ શેરીએ
છાનગપતીયા
ઉંમર સાલી ચાલી ગઇ,
.
.
પ્રેમ તળાવમાં ચાંચ બોળી
રસ પાનની
ઇચ્છા હતી હજી
ઉંમર સાલી ચાલી ગઇ,
.
.
મોરલો થઇ મહાલવું
હતું ઉપવનમાં મારે
કળાયેલ
ઉંમર સાલી ચાલી ગઇ,
.
.
પટીયા પાડી બાલોના
જોવો હતો ચહેરો
તમારી આંખોમાં
ઉંમર સાલી ચાલી ગઇ,
.
.
કાન બની ગોપીઓ સંગ
વિહરવું હતું
વૃંદાવનમાં
ઉંમર સાલી ચાલી ગઇ,
.
.
જેઠા જેવો માહ્યલો
હજી છે એવો જ
જુવાન, પણ
ઉંમર સાલી ચાલી ગઇ,
.
.
નફ્ફટ થઇ હજી પણ
મનાવીશ હું તો
રંગરલીયા, ભલે
ઉંમર સાલી ચાલી ગઇ,
.
.
-અશોકસિંહ વાળા
-તા. ૧૫-૯-૨૦૧૧


માણહ ગંધાય માણહ ખાઉં

માનવતા મૂકી નવે
નફ્ફટ નાલાયક
બની હું જાવ
માણહ ગંધાય માણહ ખાઉં,
.
.
કરૂં કામ શૈતાન તણાં
સાધુનાં વેશમાં, પછી
પ્રજામાં હું પુજાવ
માણહ ગંધાય માણહ ખાઉં,
.
.
ચારો ચરી પશુઓનો
રાજકારણ તણો
લાલુ હું થાઉં
માણહ ગંધાય માણહ ખાઉં ,
.
.
જોઇ ઉંદર મામાને
ટપકાવતા બિલ્લી માસી લાળ
ડાઘીયો શ્વાન બની હું જાઉં
માણહ ગંધાય માણહ ખાઉં,
.
.
આગંતુક બની ઉભું આંગણે
થઇ પછી પોતિકો
ખેલું નીત નવા દાવ
માણહ ગંધાય માણહ ખાઉં,
.
.
નાગ બની કાળોતરો
ભુખ્યો ડાહ, પંડ્યના
છોરૂં કરૂં હું ચાવ
માણહ ગંધાય માણહ ખાઉં,
.
.
ઉદર મય ઉછરતાં
સ્ત્રી ભ્રુણને, માતા થઇ
ભરખી હું જાઉં
માણહ ગંધાય માણહ ખાઉં,
.
.
-અશોકસિંહ વાળા
તા. ૨૧-૦૯-૨૦૧૧

(મિત્રો હું નાનો હતો ત્યારે મારા માસી એક રાક્ષસની વાર્તા કરતાં “માણહ ગંધાય માણહ ખાઉં”
એમાં એક માણસ રાક્ષસોનાં દેશમાં પહોંચી જાય છે અને રાક્ષસને એની ગંધ આવી જાય છે, એ પ્લોટ પર જ આ રચનાનું સર્જન થયું છે અને આજનો આધુનિક માણસ પણ કંઇક એવો જ)


જન્મની ઘાત

પ્રેમ તમારો એ તો મારી જિંદગીની જરૂરીયાત હતી
ચાહ્યાં તમોને લાખોમાંથી બસ એટલી જ વાત હતી,
.
.
જીવનની ડગર પર આવ્યા અને ગયા કૈંક કેટલાય
આવશો ક્યારેક તમે પણ ઇચ્છા એ આત્મસાત હતી,
.
.
સોહામણા સમણાઓને આમ ન છીનવો નિર્દયતાથી
વાગોળવા સ્વપ્નાઓ એ જ મારી મોંઘી સૌગાત હતી,
.
.
અધુરી આશાઓનો સમંદર વહે છે હવે આંસુ બનીને
તમે જતા રહ્યાં ને હું જોતો રહ્યો એ જ મોટી માત હતી,
.
.
હતો નિમીત માત્ર પ્રેમ તમારો, જીવનની જરૂરીયાતમાં
ભટકવું એકલું અટુલું એવી જન્મથી જ કોઇ ઘાત હતી,
.
.
બની કવિતા, ગઝલ ધબકો છો હજી હૈયામાં “અશોક”ના,
જીવંત રાખે મને એવી ક્યાં કુદરતમાં પણ ઔકાત હતી?
.
.
-અશોકસિંહ વાળા
તા. ૨૭-૦૯-૨૦૧૧


ફરી મળીશું

ઝાંઝવાવાના જળમાં જીવનની હોળી હું હંકારતો જાઉં છું
નથી કિનારો ખબર છે છતાં મૌજમાં મહાલતો જાઉં છું,
.
.
સબંધોના તાણા-વાણા સમજી નથી શક્યો હું જગતના
છતાં જેમ તેમ કરી દિલોના સંબંધો નિભાવતો જાઉં છું,
.
.
આગ ભભુકે દિલમાં મારા અરમાનો તમારી યાદો તણી
અશ્રૃઓના ઓસથી આગની અગન હું બુજાવતો જાઉં છું,
.
.
તોરણ બાંધ્યા મારા આંસુઓના દિલના દરવાજે મેં તો
હર એક આંસુ ખીદમતમાં તમારી હું સજાવતો જાઉં છું,
.
.
મરદ મુંછાળો, જોરાવર જાતનો નથી કહી શકતો ખુદને
તમારા પટરાંગણમાં પ્યાર તણું શિશ ઝુકાવતો જાઉં છું,
.
.
મળશે જો મનુષ્ય અવતાર ત્યારે ફરી મળીશું’અશોક’ને
હ્રદયને ઠપકો આપીને અસત્ય એવું હું મનાવતો જાઉં છું
.
.
-અશોકસિંહ વાળા
તા.૧૪-૧૦-૨૦૧૧


હું અભણ કવિ

ભાષાકિય ભુલોનાં લોચામાં એવો હું સલવાયો
સિધ્ધહસ્ત કવિઓ વચ્ચે અભણ કવિ હું ફસાયો,
.
.
પ્રાસ, અલંકાર, જોડણીની ગતાગમ નથી મને
તો પણ કેવો ફરૂ છું જુઓ થઇને કવિ હું છતરાયો,
.
.
મન વિચાર વંટોળને શબ્દોથી કરું હરદમ શાંત
કવિતા માટે છું કવિ, પરંતુ કવિઓથી છું પરાયો,
.
.
ક્યારેક ન મળે શબ્દોનો સથવારો, ક્યારેક પ્રાસ
તોય ગઝલ લખવાને જુઓ કેવો થયો હરખાયો,
.
.
જોઇ કવિઓના શબ્દોનું નમણું સોહામણું સ્વરૂપ
મારા પોતાના શબ્દોથી આજ પોતે હું શરમાયો,
.
.
ભારેખમ શબ્દોનો સથવારો નથી સાંપડતો મને
સિંહ તણાં ટોળામાં જાણે બકરો થઇને હું ઘેરાયો,
.
.
અરમાનોની અવગણનાં કરી કૈક કેટલી વાર મે
આખરે કવિનો ગાળીયો મારા ડોકમાં જ નખાયો,
.
.
લખવાંની જંખના હ્રદયમાં જોર કરે જ્યારે જ્યારે
રૂહ બની શબ્દોની પાના પર કોરા ખુદ હું લખાયો,
.
.
કવિની કલ્પના હોય અરમાનોનું માત્ર એ બહાનું
વ્યથા કથાનું કરી આલેખન બન્યો હું ઓરમાયો,
.
.
છું અભણ છતાં, શબ્દોથી ભરેલો છું હું છલોછલ
કહેવાતા કવિઓની કલમે, તોય કેવો હું હણાયો,
.
.
અજ્ઞાની થઇ જ્ઞાનની એરણે પાક્યો છે ”અશોક”
ગઝલકારની ગઝલ બની શબ્દોમાં હું સચવાયો
.
.
-અશોકસિંહ વાળા
તા. ૧૬-૧૦-૨૦૧૧


એક હતી લીલા

એક હતી એવી લીલા
કરી મે એનાથી મીલા,
.
.
ના છોડ્યો તોય પીછો
થઈને આવી એ શીલા,
.
.
મારા મુખે ટપકી લાળ
કપાળે મસ મોટા ટીલા,
.
.
કેમ રોકુ પગની પરંપરા
સમાજે બનાવ્યાં ચીલા,
.
.
વાંક હતો મારી આંખોનો
ને, દિલમાં ઠોક્યાં ખીલા
.
.
-અશોકસિંહ વાળા
તા. ૧૬-૧૦-૨૦૧૧


જન્મ-મૃત્યું

જન્મ અને મૃત્યુ
બે પડ
વચ્ચે પીસાતી_
આ…
જિંદગી…
.
.
આનંદ,
આક્રોશ,
આઘાત,
બેવફાઇ…
સહેતી
આ…
જિંદગી…
.
.
જીવન માટે
જીવન આંચકતી
આ…
જિંદગી…
.
.
જોઇ ઇશ્વર
પણ
આંસુ સારતી
આ…
જિંદગી…
.
.
વહેવાર વિશ્વનો
ચલાવતી
આ…
જિંદગી…
.
.
વિચાર… જરા…
જો… ના… હોય
કિનારો જિંદગીનો
મૌત…
તો…
વહેવાર વિશ્વનો
ખોરવાતા
શી વાર ???
.
.
– અશોકસિંહ વાળા
તા. ૩૦-૧૦-૨૦૧૧


હર હર ગંગે

કવિની હું કવિતા છું
સાગરની સરિતા છું,
.
.
રાવણની મંદોદરી
રામની હું સીતા છું,
.
.
ના માનો માત્ર નદિ
હું ભાગવત ગીતા છું,
.
.
પાપિઓના પાપ ઘોઇ
બની હવે હું પતીતા છું
.
.
-અશોકસિંહ વાળા
તા. ૦૪-૧૧-૨૦૧૧


કવિઓની જાત

ગધેડાની લાત જેવી
બીજી કોઇ લાત નહિ,
.
.
.
કવિઓની જાત જેવી
બીજી કોઇ જાત નહિ,
.
.
.
પડ્યો ના હોત પ્રેમમાં
તો કવિ જ હું થાત નહિ,
.
.
.
કાતીલ મુશ્કાન તમારી
નાહક મરી હું જાત નહિ,
.
.
.
દિલથી રડું છું હમેશા હું
આંખ આંસુ સુકાત નહિ,
.
.
.
લખે છે મૌજથી “અશોક”
લેખન મારી ઔકાત નહિ
.
.
.
-અશોકસિંહ વાળા
તા. ૦૪-૧૧-૨૦૧૧


સ્વપ્નના સથવારે

મૃત્યુ મય
જીવનમાં
આવી હુશ્ન પરી…
.
.
.
જીવન છે… આ… તો
જીવવા જેવું…
.
.
.
પુર બહારમાં
વસંત ખીલી,
.
.
.
ત્યાં
હાથના કંપથી
થયો, ખળભળાટ…
.
.
.
આંખ ખોલી
જોયું તો…
.
.
.
લાલ હિંગોળ
સુરજ જોયો
હાય… રે…
કિસ્મત ???
.
.
.
આ… તો… થયું
પ્રભાત !!!
.
.
.
-અશોકસિંહ વાળા
તા. ૦૪-૧૧-૨૦૧૧


Design a site like this with WordPress.com
શરૂ કરો