નમસ્કાર મિત્રો,
આ પોસ્ટમાં અમારી શાળામાં થતા મૂલ્યાંકન વિશે વાત કરવી છે. ૨૧ મી સદી એ જ્ઞાન અને ટેકનોલોજીની સદી ગણાય છે. દરેક શાળામાં સરકારશ્રી તરફથી કોમ્પ્યુટર લેબ આપવામાં આવી છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણમાં તેનો મહત્તમ ઉપયોગ થાય તે અને તેની સાથે સાથે બાળકો પણ આ નવી ટેકનોલોજીથી અપડેટ રહે તે જોવાનો છે, પ્રાથમિક શાળાના બાળકો અને એ પણ પાછા ગ્રામ્ય વિસ્તારના બાળકો પણ શહેરી વિસ્તારના બાળકો સાથે હરીફાઈ કરી શકે તે જોવાની જવાબદારી શિક્ષકોના ખભે છે ત્યારે આપણે શિક્ષકો પણ આપણા પક્ષે અપડેટેડ રહી શિક્ષણમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરતાં રહીશું તો મને વિશ્વાસ છે કે આપણી પાસે રહેલ બાળક પણ આ ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી
મિત્રો અમારી શાળામાં એકમ પૂર્ણ થયે લેવામાં આવતી યુનિટ ટેસ્ટ (એકમ કસોટી) કોમ્પ્યુટર પર લેવાનો એક પ્રયત્ન આ વર્ષથી અમે શરુ કર્યો છે, જેમાં અમને બાળકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડયો છે. આ રહ્યા એના કેટલાક ફોટોગ્રાફ્સ