ડિસેમ્બર 14, 2012 vijay joshi દ્વારા

ગયા ૪૦ વર્ષો અમેરિકામાં સેલ્સ અને માર્કેટીંગમાં વિતાવ્યા પછી જીવનનું નવું પર્વ એટલે પ્રવૃત્તિમય નિવૃત્તિ.
મારા વાંચવાના વ્યાસંગમાં પરિપૂર્ણ મગ્ન છું અને એમાંથી જ કાવ્યો
રચવાની ની પ્રેરણા મળી. મને લખવામાં જેટલો આનંદ મળે છે
એટલોજ તમને આ બ્લોગ વાંચવાનો આનંદ મળશે એ આશા સાથે
સહુને મારું હાર્દિક આમંત્રણ.
“પોસ્ટ” વિભાગમાં મારી રચનાઓ આ બ્લોગની જમણી બાજુમાં તમે માણી
શકશો અને અપેક્ષા છે કે તમારા અભિપ્રાયો પણ અપાતા રહેશો.
મારી લખેલી બે પંક્તિઓ મુકું છું.
પંખી અને કવિ ઉડે બંને
એક પાંખથી બીજો આંખથી
ધન્યવાદ,
વિજય જોશી ‘શબ્દનાદ’
——————————————————————–
— પતંગ —
મને પેલી પતંગની બહુ ઈર્ષા આવે છે.
દોરાના બંધનમાં હોય કે બંધનમાંથી મુક્ત હોય,
તદ્દન નિશ્ચિંત થઇ,
જુઓ કેવી પવન સાથે નિર્બંધ પ્રણય નૃત્યમાં મગ્ન છે.
તકદીરની દોરીના બંધનની ચિંતા છોડો.
પતંગ બનો, જીવનનો આનંદ ઉજવો.
———————————
વિતાવ્યું જીવન આખું
સિગરેટ ફૂંકવામાં.
મારી છેલ્લી સિગારેટ
વિલીન થઇ છે હવે,
ચિતામાં બળતા
મારા રોગગ્રસ્ત શરીરની
રાખના ઢગલામાં.
—————————–
આ શિયાળાની
પ્રખર ઠંડીમાં,
વસંતના આગમનની
અને
દરિયાના મિલનની
અધીરાઈથી રાહ જોતું
નદીનું પાણી,
આતુરતાથી રાહ જોતું
બરફ બની
ધ્રુજતું બેઠું હતું.
Posted in અછાંદસ, સ્વરચિત કાવ્યો | Tagged કાવ્ય ગઝલો અને અછાંદસ ગુજરાતી મુક્તકો ગુજરાતી મુક્તકો અને હાઇકુ | 2 Comments »
ઓગસ્ટ 9, 2012 vijay joshi દ્વારા
ટપક્યું,
રાતનું અધૂરું સપનું,
બની આંસુ,
નિરાશાના!
ટપક્યું
માતાનું અભિમાન,
બની
આંસુ,
ગર્વના!
ટપક્યું,
દર્દ દિલનું,
બની
આંસુ,
વિયોગના!
ટપક્યું
મૃત્યુ દેહનું,
બની આંસુ,
આપ્તજનોના!
————————————————-
શિયાળાની કડકડતી ઠંડીમાં,
બપોરના તડકા સાથેના
દ્વંદ્વ યુદ્ધમાં,
એક પથરાને વળગેલો,
થીજેલો બરફ,
થાકીને,
પરસેવે રેબઝેબ થઇ,
હારીને હેઠો પડ્યો!
———————————————————-
Posted in અછાંદસ | Tagged બે નવા અછાંદસ | Leave a Comment »
માર્ચ 18, 2012 vijay joshi દ્વારા
——————————————————
– યેશુ –
યેશુ ક્રીસ્તે ભક્તજનોને કહ્યું,
સદિયોથી
ક્રોસ ઉપર લટકું છું
માનવ જાતને બચાવવા.
થાકી ગયો છું ,
માણસાઈ બતાવો,
નીચે ઉતારો મને!
——————————————————–
– ચિતા –
અગ્નિદાહ આપી તને,
જોયું મેં પાછું વળી,
શરીર એકલું
ચાલતું‘તું મારું,
પ્રાણ મારો
ચિતામાં છોડી!
————————————————————–
નિરર્થક
સફર કરી
ઘોડિયાથી
કબર સુધી,
પાડ્યા વગર
પગલાંની
છાપ!
Posted in અછાંદસ, કાવ્ય | Tagged કાવ્ય અછાંદસ | Leave a Comment »
માર્ચ 18, 2012 vijay joshi દ્વારા
જન્મ આપી
પ્રભાતને,
વિલીન થઇ
નિષા ઉજાસમાં………
જન્મ આપી
વર્ષાને,
વિલીન થયું
વાદળું
ગગનમાં………
જન્મ આપી
આંસુને,
વિલીન થયું
દર્દ,
હૃદયમાં……..
જન્મ આપી
પ્રભાતને,
વિલીન થઇ
નિષા,
ઉજાસમાં…….
જન્મ આપી
ભીષ્મને
વિલીન થઇ
ગંગા,
સ્વતઃ માં…….
————–
———————–
એક કોરો કાગળ
મુસલમાન લખે,
કુરાન બને,
ફક્ત એને જ સત્ય ગણે.
ખ્રિસ્તી લખે,
બાઈબલ બને,
ફક્ત એને જ સત્ય ગણે.
હિંદુ લખે,
ગીતા બને,
ફક્ત એને જ સત્ય ગણે
દુનિયાને ધર્મયુદ્ધથી બચાવો,
રહેવા દ્યો, કાગળને,
એક કોરો કાગળ.
Posted in અછાંદસ, કાવ્ય, સ્વરચિત કાવ્યો | Tagged અછાંદસ, કાવ્ય | 2 Comments »
માર્ચ 11, 2012 vijay joshi દ્વારા
—— સુરજ —
તપેલો થાકેલો સુરજ,
સાંજે દરિયામાં સ્નાન કરી,
રાત્રે ક્ષિતિજ-ગૃહની શૈયામાં નિદ્રાધીન થયો.
બીજા દિવસના પરોઢિયે,
દરિયામાં સ્નાન કરી,
તાજો નવોદિત સુરજ,
ક્ષિતીજ-ગૃહની બહાર આવી,
ફરી પાછો
ફરજ બજાવવા,
હાજર થયો.
——————————————————
– — સૂર્યાસ્ત —
આખા દિવસનો થાક્યો પાક્યો
સૂરજ
ઘેર આવેલો જોઇને,
ક્ષિતીજ-ગૃહમાંથી
સ્વાગત કરવા
શરમાતી દોડતી આવી
સંધ્યા.
Posted in કાવ્ય, ગઝલો અને અછાંદસ | Tagged અછાંદસ | Leave a Comment »
ડિસેમ્બર 30, 2011 vijay joshi દ્વારા
એકલો છું એટલે
મિત્રો નથી, એમ ન માનશો
હસું છું એટલે
દુખી નથી,એમ ન માનશો
આંધળો છું એટલે
જોતો નથી, એમ ન માનશો
ગેરહાજર છું એટલે
અહિ નથી, એમ ન માનશો
શ્વાસ લઉં છું એટલે
Posted in અછાંદસ | Tagged અછાંદસ | 2 Comments »
ડિસેમ્બર 30, 2011 vijay joshi દ્વારા
—- લગ્ન —–
માં-બાપે કહ્યું,
લગ્ન કર્યું,
રહ્યા સાથે,
પણ જુદા જીવનભર,
ક્યાંથી પડે મેળ?
પાણીમાં તેલ!
Posted in અછાંદસ, ગુજરાતી મુક્તકો અને હાઇકુ | 3 Comments »
ડિસેમ્બર 29, 2011 vijay joshi દ્વારા
પવન સાથે કરેલા
પ્રણય નૃત્ય બાદ
અંતિમ આલિંગન આપી
જ્યોત થઇ વિલીન પવનમાં
ધુમાડો બની!
Posted in અછાંદસ, કાવ્ય | Leave a Comment »
ડિસેમ્બર 28, 2011 vijay joshi દ્વારા
Just One Unknown
One song can spark a moment,
One flower can wake the dream
One tree can start a forest,
One bird can herald spring.
One smile begins a friendship,
One hand clasp lifts a soul.
One star can guide a ship at sea,
One word can frame the goal
One vote can change a nation,
One sunbeam lights a room
One candle wipes out darkness,
One laugh will conquer gloom.
One step must start each journey.
One word must start each prayer.
One hope will raise our spirits,
One touch can show you care.
One voice can speak with wisdom,
One heart can know what’s true,
One life can make a difference,
You see, it’s up to you!
———————————————-
અનુવાદ- વિજય જોશી
એક ગીત એક ક્ષણને ચેતવે
એક ફૂલ સપનાને જગાડે
એક વૃક્ષ જંગલને બનાવે
એક પક્ષી વસંતને બોલાવે
એક સ્મિત મૈત્રી બનાવે
એક મિલન પ્રાણને ઉઠાડે
એક તારો એક હોડીને માર્ગ દેખાડે
એક શબ્દ મંઝીલને દર્શાવે
એક મત દેશને બદલાવે
એક કિરણ ઘરને ઉજાળે
એક મીણબત્તી અંધારાને ભગાડે
એક હાસ્ય ઉદાસીને હરાવે
એક પગલું સફરનો આરંભ કરે
એક શબ્દ પ્રાર્થનાનો આરંભ કરે
એક આશા ધૈર્ય વધારે
એક સ્પર્શ અનુકંપા બતાવે
એક જીવન દુનિયા બદલી શકે
જોયું, બધું તમારા પર છે!
Posted in એક જ - કાવ્ય અનુવાદ -કવિ અજ્ઞાત, કાવ્ય | Leave a Comment »
ડિસેમ્બર 19, 2011 vijay joshi દ્વારા
George Gordon Byron, Lord Byron (1788–1824)
When we two parted
In silence and tears,
Half broken-hearted,
To sever for years,
Pale grew thy cheek and cold,
Colder thy kiss;
Truly that hour foretold
Sorrow to this.
The dew of the morning
Sank chill on my brow
It felt like the warning
Of what I feel now.
Thy vows are all broken,
And light is thy fame:
I hear thy name spoken,
And share in its shame.
They name thee before me,
A knell to mine ear;
A shudder comes o’er me
Why wert thou so dear?
They know not I knew thee,
Who knew thee too well:
Long, long shall I rue thee
Too deeply to tell.
In secret we met
In silence I grieve
That thy heart could forget,
Thy spirit deceive.
If I should meet thee
After long years,
How should I greet thee?
With silence and tears.
———————————————
છૂટી ગયો તારો સંગ
અનુવાદક – વિજય જોશી
છૂટી ગયો તારો સંગ
નિઃશબ્દ આંસુઓ,
અર્ધ-હૃદયભંગ,
જુદાઈ ના એ વરસો
ગાલ ફીકા પડ્યા,
ઠંડુ ઠંડુ ચુંબન;
કારુણ્યની આગાહી બન્યા ખરેખર એ ક્ષણ.
ઝાકળ સવારનું
મારી પાપણોપર આવીને બેઠું
જાણે ચેતવણી આપતું
મારી લાગણીઓ દર્શાવતું.
તોડ્યા તેં વચનો બધા નામને બદનામ કર્યું.
નામના ઉલ્લેખથી તારા
માથું મારું શરમમાં ઝૂક્યું.
તારું નામ સંભાળું છુ,
મરણનો ઘંટનાદ સાંભળું છું.
કંપારી છૂટે મારા દેહમાં,
કેમ સપડાયો તારા સ્નેહમાં?
દુનિયા ન જાણે કે હું જાણું તને,
અતિ નિકટથી ઓળખું તને:
લાંબો કાળ શોકાતુર રહીશ જેનું,
નિઃશબ્દ હું, શું તારું વર્ણન કરું
મળ્યા છુપાઈને આપણે .
વાન્છુ છું શોકિત મને,
કે તું મને ભૂલી શકે
ને જીવાત્મા ફસાવી શકે.
લાંબા કાળે મિલન સમયે
કેમ હું સ્વાગત કરું?
નિઃશબ્દ આંસુઓ.
Posted in લોર્ડ બાઈરન- છૂટી ગયો તારો સંગ- અનુવાદ | Leave a Comment »
Older Posts »