ઊડતી મુલાકાત


જય ગરવી ગુજરાત મિત્રો.

કેમ છો બધા ?

ઘણા દિવસો પછી બ્લોગ પર આવવા નું થયું છે.

Posted in Uncategorized | Leave a comment

અયોધ્યા મેં રામ


રામ લક્ષ્મણ જાનકી
     જય બોલો હનુમાન કી,
રામ લલ્લા કી જાંખી કરકે
   જય બોલો અયોધ્યાધામ કી.

Posted in પ્રાસ પંક્તિઓ | Tagged , , | Leave a comment

તું ઉઠ ! દુર્બળતા ત્યજી ને !


તું સર્વસત્તાધીશ છે ; તું સર્વાધાર નો સંતાન છે;
આ વિશ્વ છે તારું સદન, તુજ આત્મારૂપ મહાન છો !

આવી ઉભો સંગ્રામમાં, કર્તવ્ય નિજ વિસરી ગયો
શોકેડૂબી ને મોહવશ, નિજધર્મ ને ભૂલી ગયો !

તું દીનહીન મલિન વાણી, બોલતા શરમાય ના;
જે છે અચળ આદિ અનાદિ, દેહથી ભરમાય ના !

આ દેહ ના સાધન વડે, ઝટ સાધી લે તું ઉન્નતિ:
આળસમહી ચૂકીશ જો, કર્તવ્ય થાશે અવનતિ !

ક્ષણક્ષણ થઇ આયુષ્ય વીતે છે; વિચારી જો ફરી
તું ચાલ પથ પર માંડ ડગલાં, અભયને ધારણ કરી !

નિષ્કામ કર્મ કરે વીરો, ફળ ની અપેક્ષા ના ધરે;
સુખદુઃખ થી લેપાય ના, જે સર્વ બ્રહ્માપર્ણ કરે !

આ મેં કર્યું અભિમાનથી, મનમાં તું મણકા સેરવે,;
નિમિત્ત તું તો માત્ર, આ જગતયંત્ર બીજો ફેરવે !

સોંપે પ્રભુજી કર્મ જે તે, આપણે કરવા પડે;
ગમતા ન ગમતા હોયપણ, નિદાન આચરવા પડે !

તું દે ધ્રુજાવી ધરણને, ઓ વીર તારા ચરણ થી;
જે અભયપદ પામી ચુક્યો; તેઓ ડરે ના મરણ થી !

અન્યાય સહેવો ભીરુ થઇ; શોભે ન શ્રેષ્ઠ મનુષ્યને;
તું ઊંઠ દુર્બળતા ત્યજીને, ખેંચ બાણ ધનુષ્યને !

મિત્રો, ઉપર ની પ્રેરણાદાયક કવિતા મને એક જૂનું પુસ્તક વાંચતા વાંચતા મળી આવી હતી.

આ કવિતા કવિ ” મધુર “ દ્વારા રચવા માં આવી હતી. આ કવિતા ના એક એક શબ્દ ગજબ નું જોશ આપે છે. જેમ કૃષ્ણ ની આ પ્રેરણાદાયક કવિતા થી મહાન યોદ્ધા અર્જુન ને યુદ્ધ કરવા ની પ્રેરણા મળી તેમ કદાચ આ કવિતા વાંચવા થી જો કોઈને પણ થોડીક પણ પ્રેરણા મળી જશે તો આપણા આ મહાન કવિ ” મધુર ” ની મહેનત ફળી જશે.

Posted in મારી પદ્ય રચનાઓ | Tagged , , , , , , , , , , , , , | Leave a comment

ઈચ્છાઓ ની ખેવના


thinking-man-beach-sand-thumb

 

ઉત્સાહ ના ઉમળકા તો ઘણા છે મનમાં,
કંઇક કરવાની ખેવના છે ઘણી જીવનમાં,
છતાંય કંઇક ખૂંટતું હોવાનો ભાસ છે મનમાં,
એ છે દ્રઢ સંકલ્પ નો અભાવ આ જીવનમાં.

Posted in Uncategorized | Leave a comment

પળોજણ ની માયાજાળ


maxresdefault

કેટકેટલાય રંગ બતાવે છે આ મારી જીંદગી,
જીવન પણ દોડતું રહે છે બની ને તરંગી,
પળોજણ બની જાય છે રંગાઈ ને પંચરંગી,
મન પણ ખોજે છે ઉકેલો બની ને સપ્તરંગી.

Posted in Uncategorized | Leave a comment

સર્જન નવી દુનિયા નું…


social-media-488886_640

મિત્રો ઘણા બનાવી રહ્યો છું ફેસબુક પર,
ગપસપ કેટલીય કરી રહ્યો છું વૉટ્સએપ પર,
દુનિયાભર ની ચર્ચા કરી રહ્યો છું ટ્વિટર પર,
નવી દુનિયા બનાવી રહ્યો છું ઇન્ટરનેટ પર.

Posted in Uncategorized | Leave a comment

મહેનત નો રંગ અનોખો ઉમંગ


fg

      જીવન ની રાહ પર દોડી રહ્યો છું,
     મંઝિલ ને દૂર થી હું તાકી રહ્યો છું,
     પ્રયત્નો નો સેતુ બનાવી રહ્યો છું
     મહેનતનો રંગ જોવા મથી રહ્યો છું.

Posted in Uncategorized | Leave a comment

કેમ છો મિત્રો ?


ઘણા લાંબા સમય ના અંતરાલ પછી આપ સૌ ને મળી રહ્યો છું. આપ સૌ ને વેદાંગ ઠાકર ના નમસ્કાર।

namaskar

Posted in Uncategorized | Leave a comment

હેપ્પી હોલી


 

                  હેપ્પી હોલી

સર્વે બ્લોગર મિત્રો ને વેદાંગ ઠાકર ની અંતરંગ વાતો બ્લોગ તરફ થી રંગો થી ભરપુર એવો આ પવિત્ર હોળી ધૂળેટી તહેવાર નિમિત્તે ખુબ ખુબ શુભકામનાઓ. 

Posted in મારી મનગમતી વાતો | Tagged , , , , , , | 1 ટીકા

What Does God Mean ?


Dear Friends,
Mean of God like ; 
So, Brahma – Vishnu – Shiv
( 3 Lord conduct the circulation of creation and destruction of this world ) 
Posted in મારી મનગમતી વાતો | Tagged , , , , , , | 2 ટિપ્પણીઓ