प्रसङ्गमजरं पाशमात्मनः कवयो विदुः ।
स एव साधुषु कृतो मोक्षद्वारमपावृतम् ॥
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ (સ્કંધ ૩, અધ્યાય ૨૫, શ્લોક ૨૦)
સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યજ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે ……..અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે…….
——– -–———– –
ભગવાનશ્રી સ્વામિનારાયણ- વચનામૃત-ગઢડા પ્રથમ-54
આજે થોડાક મોડા મંદિરે પહોંચ્યા….મેઘરાજા પોતાની ઇનિંગ અડધી મૂકી ને જતા રહ્યા પણ આપણે આપણી મોક્ષ ની ઇનિંગ પુરી રમવા ની છે…..માટે જ સત્સંગ પથ પર ચાલવું અનિવાર્ય છે…વળી આજની સભા આપણા ગુરુહરી મહંત સ્વામી મહારાજ ના 93 માં જન્મજયંતી પર્વ ની પ્રતીક ઉત્સવ સભા હતી…પછી બાકી શુ રહે..??? તો…શરૂઆત મારા વ્હાલા ના દર્શન થી કરીએ….





સભાની શરૂઆત સ્વામિનારાયણ ધુન્ય થી થઈ…..એ પછી મહંત સ્વામી મહારાજ ના મહિમા પદ , યુવકો દ્વારા રજૂ થયા…..”મેં તો આજે મહંત સ્વામી નીરખ્યા છે….” પદ સૌને ડોલાવી ગયું…..શાસ્ત્રો કહે છે અને સ્વયં શ્રીહરિ વચનામૃત માં કહે છે કે એમના એકાંતિક સંત ના અંગેઅંગ માં પોતે સાંગોપાંગ રહ્યા છે……પરિણામે એવા સંત નું દર્શન જો યથાર્થ કરીએ તો અંતર શુદ્ધ થઈ જાય…..જીવ પરમ પદ ને પામી જાય…..આ જન્મારો સફળ થઈ જાય…! “આવો મહંત સ્વામી મહારાજ આજ…..” પદ યુવક દ્વારા રજૂ થયું…..બસ આવા એકાંતિક સંત ને આપણે અંતર ને આંગણે વધાવવા ના છે…..જો એ વસી જશે તો શ્રીજી એની મેળે …સહેજે આપણા અંતર માં બિરાજી જશે….!!!
આજની સભા વિશિષ્ટ હતી…આપણા ગુરુ….સાધુતા ના હિમાલય…મહંત સ્વામી મહારાજ ના પ્રતીક જન્મોત્સવ ની આ સભા માં સ્વામીશ્રી ના અદભુત ગુણો નું વીડિયો …સંતો ના પ્રવચન દ્વારા ગાન થયું….જોઈએ સારાંશ માત્ર…
- બ્રહ્મસ્વરૂપ યોગીબાપા એ જાહેર સભા માં મહંત સ્વામી મહારાજ નો મહિમા, એમના જન્મદિવસ નિમિત્તે કહેલો…એનું રેકોર્ડિંગ વીડિયો દ્વારા રજૂ થયું….જે નીચેની લિંક દ્વારા જોઈ શકાશે
- https://youtu.be/QRFMBoeUR0s?si=Ol97Ce62W3IaKcof
- સ્વામીશ્રી ની કરુણા ગંગા નો મહિમા એક વીડિયો દ્વારા રજૂ થયો…એ પછી એ જ વિષય પર પૂ.પૂર્ણમુની સ્વામી એ વક્તવ્ય આપ્યું…એમણે કહ્યું કે- એકાંતિક સંત નું પૃથ્વી પર પ્રગટ થવું એ જ એમની અકારણ કરુણા છે….ભગવાન ને પ્રાપ્ત કરવા ની આપણી કોઈ પાત્રતા જ નથી….પણ ભગવાન પોતાના સંત દ્વારા પ્રગટ રહી..જીવ ને પ્રાપ્તિ સુલભ કરવી…એ જ સર્વોપરી કરુણા છે….પોતાના હરિભક્તો ના સુખાકારી માટે પોતાનો દેહ સુદ્ધા કૃષ્ણાર્પણ કરી દીધો છે….સ્વામી કે જેના અંગેઅંગ માં ભગવાન બિરાજમાન છે …એ કેવળ આપણા રાજીપા અર્થે …કલ્યાણ અર્થે આપણી વચ્ચે રહી આપણી જેમ વર્તે છે…..આપણા હૃદય માં શ્રીજી ને પ્રસ્થાપિત કરે છે….
- અહંશૂન્યતા.. એ ગુણાતીત ના લક્ષણ પર એક કીર્તન કડી રજૂ થઈ અને પછી વીડિયો દ્વારા બાપા ના રોબિનસ્વીલ અક્ષરધામ માં સ્તંભ પર વિવિધ નંદ સંતો નું રૂપ ધરી ઉભેલા બાળકો ના ચરણે વંદન….નો પ્રસંગ રજૂ થયો……અદભુત..!!
- નિર્દમ્ભ….નિર્મળ હૃદય ના ધારક- મહંત સ્વામી મહારાજ વિષય પર વીડિયો કીર્તન કડી રજૂ થઈ….
- પછી સારંગપુર સંત તાલીમ કેન્દ્ર ના પ્રાધ્યાપક સંત ..વિદ્વાન સાધુ પૂ. અક્ષરચરણ સ્વામી દ્વારા પ્રવચન નો લાભ મળ્યો…..જોઈએ સારાંશ માત્ર…
- ગ.પ્ર.54 માં શ્રીજી એ કહ્યું કે….સત્પુરુષ નો પ્રસંગ જ મોક્ષનું દ્વાર ઉઘાડું કરે છે…..આપણ ને આવા સત્પુરુષ મળી ગયા છે…પણ આવા સત્પુરુષ નો પ્રસંગ થયા પછી પણ તેમની સાથે દ્રઢ પ્રીતિ ન થાય….આસક્તિ ન થાય તો ભગવાન ઈચ્છે તો પણ એનું કલ્યાણ થતું નથી (ગ.પ્ર.72) …
- “….જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય માહાત્મ્યે સહિત હોય ને સંતનું ને સત્સંગીનું માહાત્મ્ય ઘણું જાણતો હોય, ને તે ભક્તનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય તો પણ તે ભક્તને એવી ભક્તિનું અતિશય બળ છે, તે કાળ ને કર્મ એ બેય મળીને તેનું ભૂંડું કરી શકતાં નથી……….. અને જેને ભગવાન ને ભગવાનના સંતને વિષે જો નિષ્ઠામાં કાંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાને ઇચ્છે તોય પણ રૂડું થતું નથી.….” એમ ગઢડા પ્રથમ-72 માં શ્રીજી એ ડંકા ની ચોંટે કહ્યું…..!!!
- સત્પુરુષ માં દ્રઢ પ્રીતિ માટે…એમની અખંડ સ્મૃતિ થવી જોઈએ…એ અનિવાર્ય છે અને બધા એ કરવા નું છે….આનો નિત્ય અભ્યાસ જરૂરી છે….અનંત જન્મો વીત્યા પણ આ થતું નથી….હવે એ કરવાનું છે. પ્રાપ્તિ નો આનંદ સર્વોપરી છે….કોઈ પણ ક્રિયા કરો તો એમાં ભગવાન ની ..સંત ની મૂર્તિ પરોવી ને કરો….આવી ટેવ દ્રઢ કરો…..દ્રઢ પ્રીતિ અને દ્રઢ આત્મબુદ્ધિ …જો પોતાના ગુરુ…સંત માં થાય તો બાકી શુ રહે?? પ્રાપ્તિ થઇ ગઇ છે…બસ હવે પ્રતીતિ કરવાની છે….
——————
એ પછી અખંડ હરિ ના ધારક…સહજતા ના હિમાલય મહંત સ્વામી મહારાજ ના એ ગુણ નું વર્ણન એક વીડિયો કીર્તન કડી થી થયું..એ પછી પૂ. નિર્મલ ચરિત સ્વામી એ એ જ વિષય પર વિશેષ વાત કરતા કહ્યું કે- પેરિસ થી 07/09 ના રોજ એક પત્ર હરિભક્તો પર બાપા એ લખ્યો કે ચાલો…સત્સંગ નું વાતાવરણ જમાવીએ….! અને સત્સંગ..સિદ્ધાંત ના પ્રચાર પ્રસાર ની વાત કરી. પોતે સત્સંગ દીક્ષા ની રચના કરી….લાખો હરિભક્તો ને મુખપાઠ માટે પ્રેર્યાં…..સંપ ના ગુણ માટે વિશેષ બળ આપ્યું…પોતાનો રાજીપો દર્શાવ્યો…! સત્સંગી માત્ર માટે દિવ્યભાવ રાખવો…મહિમા સમજવો- એ વાત પણ એમણે પ્રધાન બનાવી પોતાનો રાજીપો જણાવ્યો…..હાથ માં માળા રાખવી અને યોગ્ય સમયે ભગવાન નું નામ સ્મરણ કરતા રહેવું…..!
એ પછી સત્પુરુષ મહંત સ્વામી ના અન્ય એક સર્વોપરી ગુણ…. હરિ હરપળ….પરાભક્તિ વિશે એક વીડિયો કીર્તન કડી રજૂ થઈ…..અને છેલ્લે સ્વયં એ જ સત્પુરુષ મહંત સ્વામી મહારાજ ના આશીર્વાદ નો લાભ મળ્યો….એમણે કહ્યું કે- ભગવાન અતિ કૃપા કરી ને અહીં પધાર્યા…આપણા જેવા થઈ ને આપણી કાજે અહીં રહ્યા….આપણા ભાગ્ય નો પાર નથી…!! પોતાના એકાંતિક ગુણાતીત સંત દ્વારા પ્રગટ રહ્યા…આ ગુણાતીત ની પરંપરા ચાલુ જ રહેશે….બસ આપણે મહારાજ ના આપેલા ધર્મ નિયમ માં દ્રઢ વર્તવું….અંતરદ્રષ્ટિ કરી ને પોતાના જ દોષ જોવા…બીજા ના દોષ ન જોવા….દેખાઈ જાય તો એને ટાળવા ભગવાનને પ્રાર્થના કરવી. આખો સત્સંગ મહિમા સમજીને દિવ્ય જાણવો….
એ પછી ગુરુ મહિમા નું વર્ણન એક નૃત્યાંજલી વીડિયો અને પૂ. સંતો દ્વારા ગુરુ પૂજન …પુષ્પાંજલિ દ્વારા થયું….
જાહેરાત થઈ કે 13 તારીખે પૂ. સ્વામીશ્રી નું અમદાવાદ ને આંગણે આગમન થશે…એ સમયે એમની સ્વાગત સભાનું આયોજન છે….એ સિવાય બીજી કોઈ સભા કે દર્શન નું આયોજન નથી.
પૂ. વિમલપ્રકાશ સ્વામી એ જાહેરાત કરી કે સંસ્થા ના અતિ નિષ્ઠાવાન હરિભક્ત શ્રી રામચંદ્ર ભાઈ બારોટ અક્ષર નિવાસી થયા છે…..ગુણાતીત ગુરુઓ નો અઢળક રાજીપો….ગાંધીનગર અક્ષરધામ ની સ્થાપના માં અઢળક સેવા..સમર્પણ હતું….
આજની સભાનો એક જ સાર હતો- મોટા પુરુષ નું જીવન જ એક કલ્યાણ નો સંદેશ છે….સાર છે….જો એ મોટા પુરુષ નો યથાર્થ મહિમા સમજાશે…..એમના પ્રત્યે દ્રઢ પ્રીતિ થશે તો સહજ જ મોક્ષ થશે….પરમ પદ ની પ્રાપ્તિ થશે….. ભગવાન નું સાક્ષાત દર્શન અચૂક થશે….!
બસ આપણે તો હરિ હરપળ …અને એને અખંડ રાખવા હોય તો એમના એકાંતિક સંત નો હાથ પકડ્યા સિવાય કોઈ આરો જ નથી…!!!
સદાય પ્રથમ શ્રીહરિ ને રે….
જય જય સ્વામિનારાયણ
રાજ































