શબ્દોના ઝરણા માં વહેતા વિચારો……

26 11 08

મન ની વાત…..

Filed under: મન ની વાત..... — pramod patwa @ 03:44

 

p21 સતત વિચારતા રહેવાની મને આદત છે, મારી જાત સાથે સતત વાત કરતા રહેવાની મને આદત છે. સ્વ ને જાણી ને તેને માણવાની પણ એક મજા છે. ક્યારેક અંતરની ડૂબકીના વલોણામાંથી આત્મસ્ફુરણા થાયછે, તેથી જીવતર ને બળ મળે છે, પ્રોત્સાહન મળે છે, વિચાર ને આચાર માં મુકવાની ગતિ ને વેગ મળે છે, વાત અને વિચારોને નવો મોડ પણ મળે છે. માનવસમુદાયમાં, સમાજમાં, હરતાં ફરતાં, વાતચીત કરતાં, તેમજ રોજબરોજ થતા અનુભવો માંથી જે અનુભવ્યુ તે અહિયા લખ્યુ છે, મારે માટે મનના ઉભરા ઠાલવવા માટે તો આ એક જગ્યા છે. મારી વાતો મારા પોતાના વિચારો છે, કોઇ વ્યક્તિ ને ઉદેશીને નથી લખાયુ, તેમાં ઘણી ભુલો હશે તે મારી અણસમજ છે, તેને નિભાવી લેવા નમ્ર અરજ છે.

પ્રમોદ પટવા

સંગઠન સમાજની તાકાત છે.

Filed under: ચિંતનશીલ-નિબંધ — pramod patwa @ 02:26

    

 groop2સંગઠન સમાજની તાકાત છે. થડ વગર ઝાડ ઉભુ રહી શકતુ નથી , ગુરુ વગર શિષ્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી, તેમ સંગઠન વગર સમાજ ચાલી શકતો નથી, સમાજની સક્રિયતા નો આધાર એના કુષળ સંગઠન પર અવલંબે છે. કૂષાગ્ર નેત્રુત્વ પ્રાપ્ત થવું સમાજ માટે અહોભાગ્ય છે. સમગ્ર સમાજ પર પ્રભુત્વ ધરાવતુ નેત્રુત્વ સેવેલાં સ્વપ્નો ને સાકાર કરી શકેછે. સમાજ ના નેતા આદરણીય, અનુભવી, પીઢ, શ્રીમંત, મિતભાષી, સમજદાર, હોવો ઘટે. સંચાલક ધ્વારા નિષ્પક્ષ રીતે, પૂર્વગ્રહ વગર, પારદર્શક સંચાલન થવુ જોઈયે.

 

પ્રમોદ પટવા ૨૬/૧૧/૨૦૦૮

14 11 08

આ જીવન જેનું ઋણી છે

Filed under: આ જીવન જેનું ઋણી છે — pramod patwa @ 19:02

        

pranam2૧૫વર્ષ નીં ઉમર માં અભ્યાસ છોડી સુરત આવ્યો, અને સુરત ને કર્મભુમી બનાવી સ્થાયી થયો, અને અહીંથી જીવન નુ નવું સત્ર શરૂ કર્યું, ત્યારથી આજ સુધી માં ઘણાબધા ચઢાવ ઉતાર આવ્યા, વ્યવહાર, સમાજ, સંબંધ, અને ધંધા ના દુરથી સરળ લાગતા  આટાપાટામાં અટવાવા લાગ્યો, જીવન માં ન ધારેલા અનુભવો થયા, આમ જિંદગી ના ઘણા વર્ષો પસાર થઈ ગયા, આમ ને આમ જીવન જીવતા જીવતા મન હતાશા નીં ખાઇ માં ધકેલાઈ ગયું, મને જિંદગી માંથી રસ ઉડી ગયો, અનૅ હું જીવન ના અંતિમ સત્ય ના ધ્વાર પાસે આવીને ઊભો રહી ગયો, આવા સમયે મારા જીવન માં મારા  આદર્શ્  ફરીશ્તા બનીને આવ્યા મને સાથ સહકાર અને નીઃસ્વાર્થ ભાવે લાગણી અને હૂંફ આપી મને નવું જીવન આપ્યું.

         તેમણે મને જીવન જીવતાં શીખવાડયુ, જે વસ્તુ ને મેળવવા માટે હું સતત ઝંખના કરતો હતો અને તે ના મળતાં સતત નિરાશ થઈ જતો હતો, આજે પણ હુ તેનીજ ઝંખના કરુંછુ પરંતુ તે ના મળતા નિરાશ થવાના બદલે વધારે પ્રયત્નો કરુંછં, મને આશા છે મારા પ્રયત્નો એક દિવસ જરૂર સફળ થશે.

      આજે મારી પાસે એવું ઘણું બધું છે જેનાથી મન ને સંતોષ થાય છે, તે આવા પરોપકારી માણસો ને આભારી છે, મારા રુદય માં તેમનું સ્થાન ઉચ્ચ કક્ષાએ છે, તે બન્ને મારા આદર્શ છે, હું સદાય તેમનો ઋણી રહિશ.

       (૧) અમારા પરિવાર ના સભ્ય છે,  મારા કાકા શ્રી ભરતભાઈ પટવા. સમાજ માં પણ ટૉચ નું સ્થાન ધરાવે છે.

    (૨) કેનેડા માં વસીને પણ ગુજરાત ની અસ્મિતા નીં શાન વધારી રહ્યાછે, MBA છે, સાથે બહુ સુંદર કવિતા પણ લખે છે.    

 

 પ્રમોદ પટવા

૨૦/૦૭/૨૦૦૮

01 08 08

કામ કરે તે કામણ પાથરે….

Filed under: ચિંતનશીલ-નિબંધ — pramod patwa @ 22:34

 wark                       

            માણસ ની જિંદગી માં કોઈ પળ એવી આવે છે જયારે તે હિંમત હારી જાય છે. અને તેને આશ્ચર્ય એ વાત નું થાય છે કે જે રસ્તો તે હિંમત હારીને છોડી દે છે એજ રસ્તે આગળ વધીને બીજા સફળ થાય છે, માણસ હિંમત હારવાનું કારણ તેની નજરની એક મર્યાદા છે. વધુ માં વધુ એ ક્ષિતિજ સુધી જોઈ શકે છે એટલા વિસ્તારમાં જો એને કશુંજ ના દેખાય તો એ નિરાશ થઈ જાય છે, પણ જો એ થોડું વધુ ચાલે અને ક્ષિતિજની પેલે પાર એને કંઈક એવુ દેખાય છે જેનાથી તેના મનમાં આશા જાગે છે. માટે માણસે ગમે તેવા વિપરીત સંજોગોમાં ચાલ્યા જ કરવું જોઈએ.

         હું જાણુ છુ કહેવામાં સહેલી લાગતી આ વાત કરવામાં ઘણી જ મુશ્કેલ. પોતાની જિંદગીની બાબતમાં માણસ સતત ગણત્રીઓ કર્યા જ કરે છે. આવતી કાલની આવનારા દિવસોની આવતા સમયની ગણત્રી માંડીને એ પોતાની જિંદગી ગોઠવે છે, પરંતુ જિંદગી નો પાર કોઈ ગણત્રીથી પામી શકાતો નથી, એમાં ઘણીવાર ગણત્રીપૂર્વકનુ કશુ જ બનતું નથી. માણસ ની બધી જ ગણત્રીઓ ખોટી પડે છે, જિંદગી ને સમય ના માપદંડ માં બાંધી શકાતી નથી. જિંદગીના ખજાનાઓ અચાનક ખુલવા માંડે છે અને ગણત્રી વગરની અણધારી મુશ્કેલીઓ આવી પડે છે.

        પરંતુ એક વાત હું ચોક્કસ કહીશ કે સમય હંમેશા પલટાતો રહે છે માટે માણસે સારા સમય માં ફુલાયા વિના અને મુશ્કેલી માં ગભરાયા વિના હિંમતથી જીવવું જોઈયે.

         દરેક વ્યકિત સફળતા ઝંખે છે , એટલુ જ સત્ય એ છે કે દરેક વ્યકિત એ સફળતા પહેલા જીવન ના કોઈ ને કોઈ ક્ષેત્ર માં સંઘર્ષ નો સામનો કરવો પડે છે, કોઈ સફળ વ્યકિત એવી નહી હોય જેને સફળતા પહેલા નિષ્ફળતા નો સામનો કરવો પડ્યો ના હોય. નિષ્ફળતા લગભગ વ્યકિત ને જીવન માં ક્યારેક ને ક્યારેક મળે છે , પરન્તુ પોતાની એ નિષ્ફળતા થી હતાશ થયા વિના જે લોકો ફરી ઉભા થઈ આગળ ચાલે છે એ જ લોકો સફળતા ના શિખરે પહોંચે છે.

          જે આત્મવિશ્વાસ અને સાહસ થી કહી શકે છે હું સફળતા નીં પ્રતીક્ષા કરીશ તેનુ નસીબ તેની તરફ અત્યંત ઝડપ થી દોડી આવે છે, અને તેની પ્રત્યેક ઈચ્છાઓ પૂર્ણ કરી તેને ઐશ્વર્યસંપન્ન બનાવે છે.

         સાહસ અને સફળતા નીં વાત આવે છે ત્યારે કોલંબસ ની યાદ અચૂક આવે છે. કોલંબસ ને પ્રુથ્વી ના નકશા માંથી ભારત શોધવા ની ઈચ્છા જાગી. અને તે પોર્ટુગલ ના કિનારે થી વહાણો હંકારી ને નિશ્ચિત દિશા વગર ભારત શોધવા નિકળયો પરન્તુ મહાસાગર કેટલો વિશાળ છે તેનીં કલ્પના તેને નહોતી દિવસો ના દિવસો સફર કરી તેના ખલાસીઓ થાકવા લાગ્યા, અનાજ ના જથ્થા પૂરા થવા આવ્યા પણ કિનારો દૂર સુધી ક્યાંય દેખાતો નહોતો, અત્યંત થાક ના લીધે તેના બળવાખોર ખલાસીઓ એ તેને વહાણ પાછાં વાળો નહિ તો મારી નાખવાની ધમકી આપી છતાં કોલંબસે હિંમત હાર્યા વગર વહાણ હંકારે રાખ્યા, થોડા દિવસો માં જમીન દેખાશે તેવી આશા ખલાસીઓ ને આપતો રહ્યો અને છેવટે થોડા દિવસો માં જમીન દેખાઈ સાથીદારો હર્ષ થી નાચી ઉઠ્યા, બધોજ વિશાદ ભુલાઈ ગયો અને ત્યાર બાદ એજ જમીન પર જે શહેર વસ્યુ તે આજનું અમેરીકા છે.

       મુસીબતો જ્યારે પણ આવે છે ત્યારે વાદળાઓ જેમ અચાનક એક સામટી ઘટાટોપ ઘેરાઈ જાય છે. પરંતુ વીંખાઈ જાય ત્યારે નાની વાદળી પણ જોવા મળતી નથી. મહેનત અને હિંમત એવી વસ્તુ છે જેના સાથ વિના કોઇ કામ સફળ થઈ શકતું નથી. એટલું જ નહી સામાન્ય જીવન વ્યવહારમાં પણ ડગલે ને પગલે તેની જરૂર પડે છે.

          આપણે મોટા ભાગ ના માણસો કામનું કદ જોઈને અને પ્રશ્નોની જટીલતા જોઈને ગભરાઈ જતા હોઈયે છીયે પરંતુ સામે દેખાતુ કામ આજે જ પૂરૂ કરી નાખવાનુ નથી. આજે ફક્ત તેની શરૂઆત કરવાની છે પુરૂ તો તેના સમયે કામ કરતા રહેશો એટલે ચોક્કસ થઈ જશે.

           આપણે આવા સંજોગો માં હિંમત હારી જઈએ, મુંઝાઈ જઈઍ, કોઈ રસ્તો સુઝે નહી ત્યારે મારી આ વાત યાદ રાખજો. ગમે તેવું મોટુ કામ પણ થોડુ થોડૂ કરીને આસાની થી પુરૂ થઈ જશે. ગમે તેવા વિકટ પ્રશ્નો ધીરજપૂર્વક ઉકેલવાથી ધીમે ધીમે સરળ બની જાય છે. પરંતુ હિંમત હારવાથી કશુ જ વળતું નથી.

        કાર્ય સિધ્ધિ માટે તન અને મનનું સહિયારાપણુ મહતમ ભાગ ભજવે છે, કળ અને બળના સમન્યથી કામ ઝડપી બને છે, સાથો સાથ કામ ની ગુણવતા પણ વધે છે. કામમાં ઓતપ્રોત થવાથી ગતીશીલતા વધે છે, શ્રમ કર્યા વગર, પસીનો પાડ્યા વગર કામ નુ શ્રેય મળતું નથી. વ્યકિત એ જરુરિયાત અનુસાર શ્રમ તો કરવોજ પડે છે અને કરવોજ જોઇયે પેટમાં પડેલ ખોરાક પણ શ્રમ કર્યા વગર પચતો નથી માટે શ્રમીકજનનું ગૌરવ ઉંચુ અંકાય છે.

        સફળતા એટલે સ્વપ્ન સિધ્ધિ, સફળતા એટલે સમય ને શકિત ના સંયોજન નું શ્રેષ્ઠ પરિણામ, સફળતા એટલે પુરુષાર્થ અને પ્રારબ્ધ નું અદ્રભુત મીલન. સફળતા અને તર્ક્બધ્ધ આયોજન ઉચ્ચ કોટી ની વ્યવસ્થા નું ઉતમ ઉદાહરણ છે.

       કઠોર પરિશ્રમ અને મજબુત મનોબળનો કોઈ વિકલ્પ નથી. મહેનત કર્યા વગર કોઇનો પણ આરો નથી “જેમ આપ મુઆ વગર સ્વર્ગે ન જવાય” તેમ મહેનત અને હિંમત વગર મંઝીલે ન પહોચી શકાય, શ્રમને કર્મ સાથે સીધો સંબંધ છે. કોઇ પણ કામ માટે પસીનો તો પાડવો જ પડે છે. મહેનત ઍ એવી સોનેરી ચાવી છે. જે ભાગ્ય ના ધ્વાર ઉઘાડી નાખે છે. કર્મ અને ધર્મ બન્ને એક બીજાના પૂરક છે. કેવળ માળા જપવાથી કંઈ મળી જતુ નથી.

” ન ધરા સુધી , ન ગગન સુધી , ન સાગર ના કિનારા સુધી, મારે તો જાવું છે ઉન્નતિ ના શિખર સુધી “

          આ વાક્ય લખાયુ ત્યારે તાજેતર માં જ અંતરિક્ષ નો સફળતા પૂર્વક પ્રવાસ ખેડનાર સુનીતા વિલીયમ્સ ની તસવીર માનસ પટ પર ઉપસી આવી, મન માં વિચાર આવ્યો કે સાહસીક માણસો માટે સફળતા પ્રુથ્વી થી અંતરીક્ષ સુધી વિસ્તરી છે.

        જીવન રૂપી આકાશ માં આપણે એકલાએજ પતંગ નીં જેમ ઉંચે ઉડવાનુ છે. અને એક પછી એક પતંગો સાથે મુશકેલી રૂપી પેચ લડાવતાં લડાવતાં સફળતા ના શિખર સુધી પહોંચવા નું છે. ક્યારેક નિષ્ફળતા ના લીધે માણસો લઘુતા ગ્રંથી માં આવી જતા હોય છે, પરન્તુ આવુ થવાથી માણસ ક્યારેય સફળ થઈ શકતો નથી. એક વાત યાદ રાખજો “માણસ ની શાન ક્યારેય નીચે ના પડવાથી નહી પરન્તુ પડ્યા પછી માનભેર ઉભા થવાથી વધારે વધે છે”.

         પાનખર ઋતુ માં વ્રુક્ષ નીં શોભા વધારતાં પાન અને ફ્ળ ડાળી પરથી ખરી પડે છે ત્યારે વ્રુક્ષ અત્યંત વેદના અનુભવે છે, આક્રંદ કરે છે, પરંતુ તે નિરાશ થઈ પડી જતુ નથી. તે જાણ્રે છે કે પાનખર પછી વસંત આવવાની જ હોય છે. અને તમે જોજો વસંત ઋતુ માં તેજ વ્રુક્ષ કેટલુ આનંદમય લાગે છે. કારણ તેને તેની શોભા વધારતા આભૂષણ પાછા મલી ગયા હોય છે, તેની ડાળીઓ પાછી પાન થી શોભવા લાગે છે, તેના પર પક્ષીઓ નો કલરવ પાછો ગુંજવા લાગેછે. આપણે પણ આટલું જ સમજવાની જરુર છે કે અંધકારા પછી પ્રકાશ, અને દુઃખ પછી સુખ અવશ્ય આવેજ છે. શુન્ય પાલનપૂરી નો આ નાનકડો શેર પણ ઘણું બધુ કહી જાય છે.

         “ખુદ સમજી લે મન, તારા કર્મો થકી , તુંજ સ્વર્ગ અને તુંજ નરક નું ધામ છે.”

       જે વ્યકિત માં નિષ્ઠા અને નૈતિકતા હોય, મન વિશ્વાસ થી ભર્યુ હોય અને જેના રોમ રોમમાં શ્રધા હોય તેના દરેક કાર્ય અચુક સિધ્ધ થાય છે. એક વાત ખાસ નોંધ કરજો જે માણસ અથાગ પરિશ્રમ અને મુશ્કેલી નો સામનો કરી સફળ થયા હશે તેનામાં માનવતાની જ્યોત સદાયે જલતી હશે .

પ્રમોદ પટવા
તા ૨૨-૭-૨૦૦૮, મંગળવાર

                                                                                                                                                                                                                                   

 

028x121

       

        

         

      

Blog at WordPress.com.

Design a site like this with WordPress.com
શરૂ કરો