ચાલતી પટ્ટી

"શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોંદમેં પલતે હે, મેં એક શિક્ષક હું મુઝે સમાજ ઔર રાષ્ટ્ર કે બારે મેં સોચના હે: ન ભૂલે કી રાષ્ટ્ર કે સન્માન કી રક્ષા શિક્ષક કે હાથોં મેં હે.- ચાણક્ય..."

Dec 18, 2014

કાવ્ય : અદીઠો સંગાથ
mp3. ધરતી કી સંતાન
પ્રશ્નપત્ર ગુજરાતી ધોરણ ૧૦
અનોખો ઋણાનુબંધ :- સ્મિતનો સાચો મર્મ સમજાવી ગયા તમે, એક અનોખા કર્મને સમજાવી ગયા તમે, ઠંડી ખુબ હતી, ઠરતાં રહ્યાં અમે અને, હુંફ શબ્દના અર્થને સમજાવી ગયા તમે, ફૂલો તો અમને પણ ગમે છે વિધ વિધ, ફોરમના એ અર્કને સમજાવી ગયા તમે, સમય તો ઘણો બધો હોય છે બહાનાનો, ક્ષણને મણના ફર્કને સમજાવી ગયા તમે, - મહેશ જે. પટેલ -'પ્રકૃતિ' ગુજરાત રાજ્યના અગ્રસચિવ માન. મુરમુર સાહેબના ધર્મપત્ની માન. શ્રીમતી સ્મિતાબેન મુરમુરનો બાળકોમાં રહેલી સર્જન શક્તિ પ્રત્યેનો લગાવ અનેરો છે. તેમણે અમારી શાળા રાજમણિ વિદ્યાલય, સણાલીની મુલાકાત લીધી તે સમયે એમને બાળકોએ કરેલા પેઇંટીંગ ગમ્યા હતા અને એ પેઇંટીંગને મહાનુભાવો સમક્ષ રજુ કરી તેને કાર્ડનું સ્વરૂપ આપી તેમાંથી જે કંઇ પ્રાપ્ત થયું તેના સર્વોદય આશ્રમ,સણાલી ખાતે ચાલતા ત્રણેય વિભાગના બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. ખૂબ ખૂબ આભાર મુરમુર સાહેબ. - જય શ્રીકૃષ્ણ