વ્હાલા પરિવારજનો,
તારીખ 4 ઓગષ્ટ 2013ને રવિવારના રોજ આલિધ્રા તા. મેંદરડા, જી. જૂનાગઢ મુકામે પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ છે. તો પ્રસંગે પધારવા આપ સૌને આમંત્રણ આપવામાં આવે છે.
લિ.
શ્રી લક્કડ પરિવાર
માણસ ક્યારેય કોઈને કઈ આપી શકતો નથી કે લઇ શકતો નથી. જો તમે આ સમુદાયને આપી શકો તો તે તમારા વિચાર અને શબ્દો છે. જે અનમોલ છે.
શોભા ને સુંદરતા, સંસ્કાર ને શીલ વિના વ્યર્થ.
જેમ સુગંધ વિના પુષ્પ,
માનવ વિના મકાન,
મૂર્તિ વિના મંદિર,
નીર વિના નદી,
છાયા વિનાનું વૃક્ષ
ભાદાભાઇ છગનલાલ લક્કડ, અમદાવાદ ૨૬/૦૨/૨૦૧૨
mail ID: bclakkas@gmail.com
મૌનથી ઉત્તમ ભક્તિ નહીં, વગર બોલ્યે વૈકુંઠ લઈ જાય.
જો બોલી બને બેફામ, તો બેઆબરૂ કરી જાય.
શબ્દો સોનાથી પણ મોંઘા, વ્યર્થ વાપરીયે શત્રુ સર્જી જાય.
વ્હાલા પરિવારજનો,
આપણાં પરિવારના સ્નેહમિલન સમારોહ તા. 18 સપ્ટેમ્બર 2011ને રવિવારના રોજ સુરત ખાતે સંપન્ન થયો. પ્રસ્તુત છે આ કાર્યક્રમની યાદગાર ક્ષણો.
સુંદર રીતે શણગારેલ મંચ
પરિવારની બાળાઓ દ્વારા પ્રાર્થનાની રજૂઆત
પરિવારના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય
બાળાઓ દ્વારા સ્વાગત ગીત
મંચ પર બીરાજમાન અતિથી વિશેષશ્રીઓ
અતિથી વિશેષશ્રીનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન
મંચ પર બિરાજમાન પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વવલ્લભ સ્વામી (રૂસ્તમબાગ – સુરત)
પરિચય પુસ્તિકાનું વિમોચન કરતાં સ્વામી શ્રી તથા સમારંભના અઘ્યક્ષશ્રી ગોવિંદભાઈ
પરિચય પુસ્તિકાનું વિમોચન
શ્રી લક્કડ પરિવારની પરિચય પુસ્તિકા
કાર્યક્રમની મજા માણી રહેલા પરિવારજનો
કાર્યક્રમની મજા માણી રહેલા પરિવારજનો
મેખાટીંબી ખાતે યોજાયેલ અન્ય એક સ્નેહમિલન કાર્યક્રમની યાદગાર ક્ષણો માટે થોડો સમય રાહ જૂઓ ….
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ તત્વો પંચમહાભૂત તરીકે સુપ્રસીદ્ધ છે. દરેક વ્યક્તિના દેહમાં આ પાંચ તત્વોનો સમાવેશછે. આ પાંચ તત્વો શરીરમાં સમ હોય તો દેહ સ્ફૂર્તિમય રહે છે.
પાંચ તત્વોમાં પ્રથમ છે. પૃથ્વીનો મહત્વનો ગુણ છે ક્ષમા અને સહનશીલતા. પૃથ્વી પર આગ લગાડો કે અભિષેક કરો, કોદાળીથી પીડા આપો કે કંકુથી પૂજા કરો તોય પૃથ્વી ક્ષમાશીલ રહેછે. આપણે પણ સહનશીલ અને ક્ષમાશીલતા ગ્રહણ કરવી જોઈએ. ક્ષમા વીરસ્ય ભૂષણમ્.
બીજું તત્વ છે જળતત્વ (પાણી). જળની લાક્ષણીકતા છે આર્દ્રતા – પ્રવાહિતા. જળ હંમેશા આર્દ્ર –પ્રવાહી હોય છે. એ સઘન ન હોય. પાણી. પાણી દરેક ઘટમાં ઢળી શકે છે. દરેકના હૈયામાં કરુણાની આર્દ્રતા હોવી જોઈએ. વ્યક્તિએ પરિસ્થિતિને અનુકુળ જીવનને ઢાળવું જોઈએ. સૌ કોઈ પ્રત્યે કરુણાની ભાવના કેળવવી જોઈએ.
ત્રીજું તત્વ છે અગ્નિતત્વ. અગ્નિતત્વની લાક્ષણીકતા છે દહનની. કાગળ હોય કે કાષ્ઠ, વસ્તુ હોય કે વ્યક્તિ. અગ્નિ તેને બળીને ભસ્મ કરી નાખે છે. આપણે જ્ઞાન સાધનાથી દોષો, દુર્ગુણો, અભિમાન અને ક્રોધ વગેરેને બળીને ભસ્મસાત કરવા જોઈએ.
ચોથું તત્વ વાયુતત્વ છે. વાયુની લાક્ષણીકતા છે ગતિની- પ્રગતિની. વાયુ સતત ગતિશીલ રહે છે ને એના સંપર્કમાં આવતી ધ્વજાથી લઈને વહાણ સુદ્ધાંને ગતિ કરાવે છે. આપણે પણ અન્યોના જીવનમાં ગતિશીલતા લાવવા પ્રતિબદ્ધતા દાખવવી જોઈએ.
છેલ્લું પાંચમું તત્વ છે આકાશ. એની લાક્ષણીકતા છે વિરાટતા. આકાશને કોઈ છેડા હોતા નથી. જ્ઞાન મેળવી વ્યક્તિએ આકાશતત્વ રૂપી વિરાટતા ગ્રહણ કરી શકે છે. જ્ઞાન વેસંવાદને ટાળી શકે છે. જ્ઞાનથી સમજણ વધે છે. સમજણથી અભિમાન અને ક્રોધ પાર કાબૂ રાખી શકાય છે.
– સંકલન
શ્રી ભાદાભાઈ સી. લક્કડ
અમદાવાદ
શ્રી લક્કડ પરિવારના સ્નેહમિલન અને પરિચય પુસ્તિકાના વિમોચનનું આયોજન તા. 18/09/2011ને રવિવારના રોજ સુરત ખાતે રાખવામાં આવેલ છે. આ ઉપરાંત સ્નેહમિલનના એક કાર્યક્રમનું આયોજન મુ. મેખાટીંબી, તા. ઉપલેટા, જી. રાજકોટ ખાતે પણ તા. 25/09/2011ને રવિવારના રોજ કરવામાં આવેલ છે.
કાર્યક્રમની વધારે વિગતો આમંત્રણ પત્રિકા તૈયાર થયેથી મુકવમાં આવશે.
પ્રિય પરિવાર જનો,
સવંત 2064ના વૈશાખ વદ અમાસ, તા. 5-5-2008ને સોમવારના દિવસે રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના મેખાટીંબી મુકામે સ્વ. પૂ. પરબતભાઈ દેવજીભાઈ લક્કડના પરિવાર દ્વારા “શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ”ના પૂર્ણાહુતિના રોજ આપણા પરિવારને સંગઠિત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. ત્યારથી આ દિશામાં ઘણી સારી પ્રગતિ થઈ છે. સૌ પ્રથમ તા. 01-02-2009ના રોજ અમદાવાદમાં વસતા લક્કડ પરિવારના કુટુંબોનું એક સ્નેહમિલન યોજવામાં આવ્યુ હતું. આ સ્નેહમિલન દરમ્યાન લક્કડ પરિવારના દરેક કુટુંબની વિગતો સાથે એક પરિચય પુસ્તિકા તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત માહિતી એકત્રીત કરવા માટે ફોર્મસ તૈયાર કરી પરિવારના દરેક કુટુંબો સુધી પહોચાડવામાં આવ્યા હતાં. ત્યારબાદ આવેલી વિગતો પરથી પરિચય પુસ્તિકા તૈયાર કરવાનું કામ હાલ હાથ પર છે. દરમ્યાન તા.10-01-2010ના રોજ પરિવારના 125થી વધુ આગેવનોનું એક દિવસીય સંમેલન અમદાવાદ ખાતે યોજવામાં આવ્યુ હતું. આ સંમેલનમાં પરિવારના સંગઠન અને ઉત્કર્ષ માટે વિવિધ પાસાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત તા. 18-07-2010ના રોજ સુરતમાં વસતા આપણા લક્કડ કુટુંબોના સ્નેહમિલનનો કાર્યક્રમ પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વવલ્લભ સ્વામી (રૂસ્તમબાગ)ના આશીર્વચન સાથે સંપન્ન થયો હતો.
આપણા પરિવારના સંગઠન પાછળ મૂળભુત હેતુમાં આપણે એકબીજાને આળખીએ, પરસ્પર નિકટતા અને આત્મીયતા કેળવાય. આદર્શ કુટુંબની પવિત્ર ભાવનાથી ધંધાકીય રીતે અને અન્ય રીતે એકબીજાનો સાથ સહકાર અને માર્ગદર્શન મળી રહે તે ભાવના પણ છે. આપણા પરિવાર સર્વાંગીય વિકાસ સાધવાના મનોરથની સાથે સુશિક્ષિત, ચારિત્ર્યવાન અને મૂલ્યવાન વ્યક્તિત્વ ઘડતર કરવાનો ઉદેશ પણ રહેલો છે.
આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના આ જમાનામાં માહિતી આદાન પ્રદાન કરવામાં વિવિધ માધ્યમો આપણી પાસે ઉપલબ્ધ છે. જેવા કે સામાયિકો, દૈનિક પત્રો, ઈન્ટરનેટ, ટેલિફોન વગેરે. જેમાં હાલના સમયમાં ઈન્ટરનેટનો ઉપયોગ વધી રહ્યો છે અને તેના દ્વારા એક જ સમયે અનેક લોકો સુધી માહિતી ખૂબ જ ઓછા સમયમાં પહોંચાડી શકાય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આજ રોજ સંવત 2067ના અષાઢ મહિનાની બીજને તા. 03-07-2011 “રથયાત્રા”ના શુભ દિવસે આપણે પણ પરિવારની માહિતીના આદાન-પ્રદાન માટે આ Blog શરૂ કરીએ છીએ. પરિવારના સભ્યો આ Blogનો ઉપયોગ કરીને પરસ્પરનો સંપર્ક, એકતા અને નિકટતા જાળવી શકશે એમા કોઈ શંકાને સ્થાન નથી.
અંતે,
“ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે સંગઠન છે, ભેગા મળી કામ કરવું એ શક્તિ છે, જ્યાં શક્તિ છે ત્યાં સફળતા છે.”
– સંપાદક
નોંધઃ જો આપની પાસે પરિવાર માટે ઉપયોગી કોઈપણ માહિતી હોય અને તે વિગતો આપ આ Blog દ્વારા પરિવારના અન્ય સભ્યો સુધી પહોચાડવા માંગતા હોય તો, આપની પાસેની માહિતી નીચેના ઈમેઈલ એડ્રેસ પર મોકલાવો.
Email: lakkad.pariwar@gmail.com