આટલું કોઈ પૂછે,
કેમ છો?
એટલે… આપણો જવાબ ઝટ,
બસ…. મજામાં,
અરે ભાઈ,
કાઢો સમય,
ને પૂછો એકાંતે,
જાતને જ,
તો પરખાય,
કે… કેવી મજા? ને… કેવી વાત?
જયાં મોંઘવારીની લાગી લાત,
કીડી હોય કે કુંજર,
કોણ… કોને બચાવે
જયાં સુકાની છે ચાંચિયા (લાંચિયા) .